Print

મુલાકાત સમય

તમને જેના માટે લાગણી હોય તેની મુલાકાત લેવી 

જો તમે મુલાકાતી હોવ તો, જ્યારે તમને જેના માટે લાગણી હોય તે હૉસ્પિટલમાં દાખલ હોય ત્યારે  તેમને તમારો ટેકો બતાવવા માટે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ. તમારી મુલાકાત એક મિત્ર અથવા પરિવારના સદસ્યમાં ધૈર્ય વધારશે.  દરદીના શ્રેષ્ઠ હિત માટે, અમે દિવસનો નિશ્ચિત સમય મુલાકાત સમય તરીકે મર્યાદિત કરીએ છીએ. તમે મુલાકાત લો તે પૂર્વે અમે પ્રસ્થાપિત કરેલ છે તે દિશાસૂચન સાથે તમારી જાતને પરિચિત કરો તે એક સારો વિચાર છે.

મુલાકાત સમય

સામાન્ય મુલાકાત સમય 1:00 p.m. થી- 8:30 p.m. છે (સિવાય કે પ્રસૂતિ પછી, આઇસીયુ/આઇસીસીયુ , પિડિઆટ્રિક્સ અને રીહેબ). એક જ સમયે બે કરતા વધુ મુલાકાતીને અનુમતિ આપવામાં આવતી નથી. બાળકો ૧૨ વર્ષ અથવા તેનાથી મોટા હોવા જોઇએ. મુખ્ય પ્રવેશ દ્વાર 8:30 p.m. થી 5:30 a.m.સુધી બંધ રહે છે. જો તમે વધારાના સમયની અંદર યુનિટમાં કોઇ વ્યક્તિની મુલાકાત લેતા હોવ તો, કૄપા કરીને આપાતકાલીન રૂમ પ્રવેશનો ઉપયોગ કરશો.

પિડિઆટ્રિક્સ/ઍડૉલેસન્ટ

સામાન્ય મુલાકાત સમય: 10:00 a.m. - 8:30 p.m. એક સમયે એકસાથે બે લોકો મુલાકાત લઇ શકે, અન્યોએ મુખ્ય લૉબિમાં રાહ જોવી પડશે. જેઓએ હાલમાં જ શસ્ત્રક્રિયા કરાવી હોય અથવા જેઓ ગંભીર માંદગીમાં હોય તેઓ માટે બાળકોની મુલાકાત માટે પ્રતિબંધ હોઇ શકે.  12 વર્ષની નીચેના બાળકો દ્વારા ભાઇબહેનની મુલાકાત લેવા પર પ્રતિબંધ હોય છે; 2 વર્ષથી નીચેના બાળકો પિડિઆટ્રિક્સ, જેને ચેપયુક્ત એકમ ગણવામાં આવે છે તેની મુલાકાત લઇ શકશે નહીં.

માતાપિતા/વાલી/દાદા-દાદી: 8:00 a.m. - 8:30 p.m. માતાપિતા/વાલીમાંથી કોઇ એક વ્યક્તિ દરદી સાથે આખી રાત રહી શકે. અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે 12 વર્ષથી નીચેની વયના દરદી સાથે, ખાસ કરીને 4 વર્ષથી નીચેની વયના બાળકો માટે, બાળકની ભાવાત્મક અને સંપર્ક જરૂરિયાતોને પૂરી કરવા માટે વાલી તેમની સાથે રહે.

2 વર્ષથી 17 વર્ષના ભાઇબહેન: દરરોજ મુલાકાતના બે કલાક કરતા ઓછા સમયગાળા સાથે, સોમવાર થી શુક્રવાર 6:00 p.m. - 8:00 p.m., શનિવાર અને રવિવાર 2:00 p.m. - 8:00 p.m. પિડિઆટ્રિક દરદીઓ જેઓ આઇસોલેશન (અલગ)માં છે તેઓની મુલાકાત ભાઇબહેન અથવા અન્ય બાળકો લઇ શકશે નહીં.

મેટર્નિટિ, પોસ્ટ-પાર્ટમ અને ગાયનેકોલોજિ

JFK Medical Centerના બર્થિંગ કેન્દ્ર ખાતે, નવા માતા-પિતા બનતા તમામ માટે જરૂરી એવી સલામતી, આરામ, સુખસગવડ અને એકાંતને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી અમે મુલાકાતીઓને અમારા સ્ટાફ અને નવા માતા-પિતાનો ખ્યાલ રાખવાની ખાસ વિનંતી કરીએ છીએ. પ્રસૂતિવેદના, પ્રસૂતિ અને પ્રસૂતિ પછી સાજા થવાની પ્રક્રિયા દરમિયાન, બર્થિંગ ઓરડામાં એક જ સમયે બે સહાયક વ્યક્તિઓ કરતા વધુ રહી શકશે નહીં. મુલાકાતીઓએ બર્થિંગ ક્ષેત્ર અથવા મેટર્નિટિ દરદી રૂમમાં આવકારવામાં આવતા નથી તેઓએ કુટુંબ પ્રતિક્ષાલય અથવા હૉસ્પિટલના અન્ય સાર્વજનિક ક્ષેત્રોમાં રહેવું જોઇએ. અમે વિનંતી કરીએ છીએ કે મુલાકાતીઓએ પરિવારના ઓરડાની બહારના ઓરડામાં રહેવું નહીં કારણકે એથી અન્ય માતાઓ તથા નવજાત શિશુઓ જેઓ આરામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને ખલેલ થઇ શકે. કૃપા કરી પરિવારના ઓરડામાં દાખલ થતા પૂર્વે નર્સિંગ સ્ટાફ સાથે ચકાસણી કરવી.

પિતા/સહાયક વ્યક્તિ: 7:00 a.m. - મિડનાઇટ (રાત્રિના 12 વાગ્યાનો સમય). પિતા/સહાયક વ્યક્તિ કોઇપણ સમયે સ્પેશિઅલ કેર નર્સરિમાં મુલાકાત લઇ શકશે.

દાદા-દાદી અને ભાઇબહેન સહિત, સામાન્ય મુલાકાત સમય: 11:00 a.m. - 8:30 p.m. ચાર લોકોની મર્યાદા છે, જેમાં પિતા/સહાયક વ્યક્તિનો સમાવેશ થતો નથી. 12 વર્ષથી નીચેની વયના બાળકો માટે ભાઇબહેનની મુલાકાત લેવા પર પ્રતિબંધ છે, નવજાત શિશુના ભાઇબહેન ૨ વર્ષ કરતા વધુ વયના હોવા જોઇએ, અને ૧૦ વર્ષની નીચેની વયના ભાઇબહેનની પુખ્ત મુલાકાતી દ્વારા દેખરેખ રાખવામાં આવશે.

રીહબિલિટેશન/બ્રેન ટ્રૉમા યુનિટ (એકમ)

સોમવાર થી શુક્રવાર:  4:00 p.m. - 8:30 p.m, શનિવાર અને રવિવાર: 1:00 p.m. - 8:30 p.m. બ્રેન ટ્રૉમા યુનિટમાં મુલાકાત સમયનું કડક પાલન કરવામાં આવે છે.

ઇન્ટેન્સિવ કેર યુનિટ / ક્રિટિકલ કેર યુનિટ

7:00am - 8:15am and 7:00pm - 8:15pmના સમયગાળા દરમિયાન કોઇ મુલાકાતી નહીં અથવા ફોન કૉલ નહીં.